આ રીતે વધારો બાળકોની ક્રિએટિવિટી


By Hariom Sharma27, Aug 2023 09:00 AMgujaratijagran.com

બાળકોની ક્રિએટિવિટી માતા-પિતાના વલણથી બદલાય છે, જો એમના પર વધારે રોક-ટોક ના લગાવો. આવો જાણીએ બાળકોની ક્રિએટિવિટી વધારવા માટેના કેટલાક ઉપાય વિશે.

મનપસંદ વસ્તુઓ અપાવો

બાળકોને તેમની પસંદગીની વસ્તુઓ અપાવવા માટે બિલકુલ સંકોચ ના કરો. બાળકોને અલગ- અલગ ડ્રોઇંગ શીટ, કલર્સ અને ક્રાફ્ટનો સામાન જરૂર અપાવો, જેનાથી તેમની ક્રિએટિવિટી વધુ સારી થશે.

બાળકોને થોડી જ મદદ કરો

બાળકોને ક્રિએટિવિટી કાર્યોમાં વધુ મદદ ના કરો, તેમને જાતે વસ્તુઓને સમજવા દો. બાળકોને જાતે જ ચિત્ર કે અન્ય વસ્તુઓ બનાવવા દો, જેનાથી તેમની ક્રિએટિવિટી સુધરશે અને ઇમેજિનેશન પણ વધશે.

ફરવા જરૂર લઇ જાવ

બાળકોની રચનાત્મકતા સુધારવા માટે તેમને નવી નવી જગ્યા ઉપર ફરવા લઇ જવા એક સારો વિકલ્પ છે. બાળકોને પ્રાણીસંગ્રાલય, મ્યૂઝિયમ અને હિસ્ટોરિક પ્લેસ પર જરૂર લઇ જાવો, જેનાથી તેમને ઘણું જાણવા મળશે.

વધુ સલાહ ન આપો

બાળકો તેમની કળા જ્યારે તમને બતાવે, તો કોશિશ કરવી કે તેને વધુ સલાહ ન આપવી. બાળકોએ બનાવેલી કવિતા અથવા પેઇન્ટિંગની ટીકા કરવાથી બાળકોનો મનોબળ કમજોર થવા લાગે છે.

બાળકો પર વધુ પ્રતિબંધ ના મૂકો

બાળકો પર રોક-ટોક કરવાના કારણે અથવા કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ લગાવવાથી બાળકો તેમનું મનગમતું કાર્ય નથી કરી શકતા. વધુ રોક-ટોક કરવાથી તેમની રચનાત્મકતા ઓછી થવા લાગે છે.

સિલ્કી સ્મૂથ વાળ માટે ઘરે જ બનાવો કેરોટીન હેર માસ્ક