આ રીતે સફેદ વાળ 1 કલાકમાં કાળા થઈ જશે, તમે હેર ડાય કરવાનું ભૂલી જશો


By Vanraj Dabhi29, Apr 2025 04:49 PMgujaratijagran.com

સફેદ વાળ

આજકાલ લોકોના વાળ ખૂબ જ નાની ઉંમરે સફેદ થવા લાગે છે, જેથી લોકો વાળમાં કલર કે હેર ડાય વડે વાળ કાળા કરાવે છે.

કેમિકલ યુક્ત રંગો

વાળમાં જેટલો વધુ રંગ જાય છે, તેટલી જ ઝડપથી વાળ સફેદ થાય છે, શું તમે જાણો છો કે તમે કેમિકલ વાળા રંગો વગર પણ તમારા વાળ કાળા કરી શકાય છે?

હેર ડાય

તમે ઘરે કુદરતી રીતે કાયમી હેર કલર ડાઈ કેવી રીતે બનાવી શકો, ચાલો જાણીએ.

મહેંદી અને ઈન્ડિગો

તમે મહેંદી અને ઈન્ડિગો પાવડરને મિક્સ કરી તેમાં હૂંફાળા પાણી વડે લેપ બનાવો.

વાળ પર લગાવો

5 મિનિટ ઢાંકીને રાખો પછી વાળ પર લગાવીને દોઢ કલાક સુધી રાખો અને પછી સાદા પાણીથી ધોઈ લો.

શેમ્પૂ ટાળો

ખાસ ધ્યાન રાખો કે, શેમ્પૂ ન કરો કારણ કે, આ રંગ વાળમાં ઓક્સિડાઈઝ થતો રહે છે, તમે 3 દિવસ પછી શેમ્પૂ કરી શકો છો.

ક્યા વાળમાં લગાવો

આ પેસ્ટ માત્ર સફેદ વાળ પર જ નહીં, પરંતુ દાઢી અને આઈબ્રો પર પણ લગાવી શકાય છે.

વાળનો રંગ

તમને લાગશે કે પહેલી કે બીજી વાર લગાવવાથી તમારા વાળ ભૂરા રંગના થઈ જશે.

જો ખોરાક વધે તો શું કરવું જોઈએ, પ્રેમાનંદ મહારાજે એઠા ખોરાક માટે ઉપાય જણાવ્યા