આ રીતે બનાવો સાઉથ ઈન્ડ્યન સ્ટાઈલની ફિલ્ટર કોફી


By Smith Taral06, Sep 2024 02:10 PMgujaratijagran.com

સાઉથ ઈંડીયામા ફિલ્ટર કોફીનો ખૂબ ક્રેઝ જોવા મળે છે, ત્યાં મોટાભાગના ઘરોમાં દિવસની શરુઆત ફિલ્ટર કોફીથી કરવામાં આવે છે. જો તમારી પાસે ફિલ્ટર ન હોય તો તમે ઘરે જ આ રીતે કેવી ફિલ્ટર કોફી બનાવી શકો છો

સામગ્રી

ફિલ્ટર કોફી બનાવવા માટે તમારે જોઈશે, 2 ચમચી ખાંડ, 3 ચમચી કોફી પાવડર, 1 કપ દૂધ, અને 1/2 કપ પાણી

સ્ટેપ 1

તપેલીમાં પાણી ઉકાળવા માટે મુૂકી દો, તેમાં કોફી પાવડર નાખી તરત જ તેની સપાટ વાસણથી ઢાંકી દો

સ્ટેપ 2

30 સેકન્ડ તેને ઉકળવા દો જેથી કોફી પાણીમાં સારી રીતે મિક્સ થઈ જાય અને વાસણને ઢાંકીને રાખો.

સ્ટેપ 3

કોફીનો ઉકાળો માટે ઉકળતા પાણી અને કોફીને એક કે બે મિનિટ માટે મીક્સ થવા દો.

સ્ટેપ 4

હવે બીજા વાસણમાં, દૂધ ઉકાળો, તેમાં ખાંડ ઓગાળી તેને ફેટી લો

સ્ટેપ 5

હવે તૈયાર કરેલા કોફીનું પાણી ધીમે ધીમે ગરમ દૂધમાં નાખો, થોડી વાર તેને ઉકાળો

સ્ટેપ 6

હવે તેને સ્ટીલના ગ્લાસમાં કાઢી, અને તેની ઉપર ફ્રોથ રેડી, ટેસ્ટી અને રીફ્રેશિગં ફિલ્ટર કોફીનો આનંદ માણો

જાણો તમારા મનપસંદ રંગો તમારા વ્યક્તિત્વ વિશે શું કહે છે?