આ પ્રકારનુ એક દુર્લભ બ્લડ ગ્રુપ છે કે જેના વિશે લોકો જાણકારી ધરાવતા નથી. આ બ્લડ ગ્રુપને ગોલ્ડન બ્લડ ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે.
આ બ્લડ ગ્રુપનું નામ છે આરએચ નલ (RH Null) ગ્રુપ છે. વિશ્વમં ફક્ત 45 લોકોમાં જ આ બ્લડ ગ્રુપ જોવા મળ્યું છે.
આ બ્લડ ગ્રુપની વિશેષતા એ છે કે લોહી અન્ય તમામ બ્લડ ગ્રુપ સાથે મેચ કરી શકાય છે અને જરૂર પડે તો ચડાવી શકાય છે.
જોકે RH Null બ્લડ ગ્રુપવાળા લોકોને જ ફક્ત આ લોહી ચડાવી શકાય છે. તે ખૂબ જ દુર્લભ હોવાથી ખૂબ જ કિંમતી છે.
આ બ્લડ ગ્રુપની શોધ વર્ષ 1960માં થઈ હતી. તેમાં પ્રોટીન ખાસ હોય છે. તેમાં એન્ટીજન હોતું નથી, માટે આ ગ્રુપ ધરાવતા લોકોએ અવાર-નવાર એનીમિયાનો સામનો કરવો પડે છે.