બાથરૂમના મગથી લઈને ગ્લાસ સુધી તમે ટૂથપેસ્ટથી સાફ કરી શકો છે. પ્લાસ્ટિક પર લાગેલા ડાઘ સરળતાથી નથી હટતા, પરંતુ ટૂથપેસ્ટની મદદથી તેને સરળતાથી હટાવી શકાય છે.
અનેક વખત આપણાં મોંઘા લેધર શૂઝ પર ડાઘ લાગી જાય છે. જે ઘણી મહેનત છતાં સાફ નથી થતાં. એવામાં ડાઘ પર ટૂથપેસ્ટ લગાવીને તેને હળવા હાથથી બ્રશની મદદથી સાફ કરી શકો છો.
જો તમારા ફોનનું કવર પીળું પડી ગયું હોય અને તેના પર ડાઘ લાગી ગયા હોય, તો તેને સાફ કરવા માટે ટૂથપેસ્ટની મદદ લો. જેનાથી માત્ર 5 મિનિટમાં તમારા ફોનનું કવર સાફ થઈ જશે.
ટૂથપેસ્ટની મદદથી કાંચના વાસણોની ચમક પરત લાવી શકાય છે. આ માટે કોઈ ખરાબ બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને કાચના વાસણને રગડીને સાફ કરીને પાણીથી ધોઈ નાંખો.
જો તમારા ઘરની દિવાલ પર લિપસ્ટિકના ડાઘ પડી ગયા હોય, તો તેને ટૂથપેસ્ટની મદદથી હટાવી શકો છો. જેનાથી દિવાલ એકદમ ક્લિન થઈ જશે.
ટૂથપેસ્ટની મદદથી કાળી પડી ગયેલી ચાંદીને પણ નવા જેવી ચમકાવી શકાય છે. આ માટે ચાંદીના દાગીનાને પાણીમાં પલાળીને રાખો. હવે એક બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને ચાંદી પર રગડો.
અનેક વખત સિન્ક અથવા બેસિનમાં સાબુના ડાઘ રહી જતા હોય છે. જે ઘણાં ખરાબ લાગે છે. આ ડાઘને તમે ટૂથપેસ્ટની મદદથી માત્ર 5 મિનિટમાં સરળતાથી સાફ કરી શકો છો