ભગવાન શિવના આ 5 ગુણો બનાવશે તમારા જીવનને સફળ


By Smith Taral06, Mar 2024 04:11 PMgujaratijagran.com

ભગવાન શિવથી ઘણી વસ્તુઓ શીખી શકાય તેવી છે. તેઓ જેટલા ગુસ્સે છે તેટલા જ શાંત પણ છે. મહાશિવરાત્રીનો તહેવાર નજીક છે, તેવામાં તેમના કેટલાક ગુણ જીવનમાં આગળ વધવા માટે ઉપયોગી થઈ શકે છે. આવો જાણીએ

ભગવાન શિવ

ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. તેમના જીવન અને સ્વભાવમાંથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આપણે તેમના જીવનથી ઘણું શીખી તેને જીવનમાં અપનાવીને જાતને સફળ બનાવી શકીએ છીએ.

પોતાને નિયંત્રિત કરવા માટે

ભગવાન શિવને ખૂબ જ સંયમી હતા. જ્યારે તેઓ ધ્યાન કરવા બેસતા ત્યારે કોઈ તેમના ધ્યાનને ખલેલ પહોંચાડી શકતું ન હતું. એકાગ્રતાનો આ ગુણ આપણે જીવનમાં અપનાવી શકીએ છે.

સકારાત્મક રહો

ભગવાન શિવની જેમ આપણે પણ જીવનમાં બનતી નકારાત્મક ઘટનાઓને દૂર રાખીને સકારાત્મક રહેવું જોઈએ.

શિવનું વ્યક્તિત્વ

ભગવાન શિવનું વ્યક્તિત્વ આપણને માણસની સુંદરતા કરતાં તેમના ગુણો ને કેવી રીતે પસંદ કરવું તે શીખવે છે.

જીવનમાં પ્રાથમિકતા

ભગવાન શિવે તેમની પત્ની અને પ્રેમને બધાની ઉપર સ્થાન આપ્યું. તેણે પોતાના ભક્તો અને મિત્રોને પણ સમાન સ્થાન આપ્યું. આ આપણને શીખવે છે આપણે જીવનમા કઈ વસ્તુઓને પ્રાથમીકતા આપવી જોઈએ

ખૂલીને જીવન જીવવું

વ્યક્તિએ હંમેશા ખૂલીને જીવવું જોઈએ, આનાથી મન પ્રફુલ્લીત રહે છે ભગવાન શિવના જીવનમાંથી આપણે ખૂલીને જીવતા શીખવું જોઈએ.

ભૌતિક વસ્તુઓથી દૂર રહો

ભગવાન શિવ ક્યારેય દેખાડો કરતા નથી. તે પોતાની સાથે માત્ર ડમરુ અને ત્રિશૂળ રાખે છે. જે આપણને શીખવે છે કે વ્યક્તિએ ભૌતિક વસ્તુઓ પાછળ ભાગવું જોઈએ નહીં.

ભગવાન શિવના આ ગુણોમાંથી આપણે પણ શીખવું જોઈએ. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

ભગવાન શિવના આ મંત્રનો જાપ કરવાથી તરત જ સફળતા મેળશે!