આ વર્ષે રક્ષાબંધનનો પર્વ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આજે અમે તમને કેટલાક એવા કામો વિશે જણાવીશું, જે રક્ષાબંધનના દિવસે એક બહેને અવશ્ય કરવા જોઈએ.
રાખડીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરો. ભાઈની રક્ષાનો સંકલ્પ લેતા શુભ મુહૂર્તમાં રાખડી બાંધો. આનાથી ભાઈની પ્રગતિ થાય છે.
તમારા ભાઈને રાખડી બાંધતા પહેલાં એ વાતનું ધ્યાન રાખો કે રાખડીને ગંગાજળ અથવા ગાયના ઘી લગાવીને શુદ્ધ કરી લો. ધાર્મિક દૃષ્ટિએ આવું કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતી વખતે મંત્રનો જાપ કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ માટે તમારે
તમારી રાખડીની થાળીમાં અક્ષત, દૂર્વા, ચંદન અને ફૂલ હોવા જોઈએ. ત્યારે જ ભાઈને રાખડી બાંધવાનું પૂરું ફળ મળે છે. અન્યથા જીવનમાં મુશ્કેલીઓ જ આવે છે.
રક્ષાબંધન પર બહેનોએ ભાઈને રાખડી બાંધતી વખતે માથા પર કેસરનું તિલક લગાવવો જોઈએ. આનાથી તમારા અને તમારા ભાઈના જીવનમાં ખુશીઓની વર્ષા થઈ શકે છે.
બહેનો જ્યારે પોતાના ભાઈને રાખડી બાંધે, ત્યારે અંતમાં તેમને એક નારિયેળ જરૂર આપવું જોઈએ. નારિયેળનો સંબંધ મા લક્ષ્મી સાથે હોય છે. આનાથી જીવનમાં ધનનું આગમન થઈ શકે છે.