વૈદિક જ્યોતિષમાં રાશિઓનું ખાસ મહત્વ છે. તેના આધારે કોઈ વ્યક્તિનો સ્વભાવ અને સામાન્ય ગુણોની જાણ થાય છે.
જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક રાશિઓ ભાગ્યશાળી હોય છે, જેમનાં જીવનમાં ધનની કમી થતી નથી. સાથે જ મા લક્ષ્મીની કૃપા પણ તેમના પર બની રહે છે.
ધનના મામલે ભાગ્યશાળી રાશિઓની વાત કરીએ તો સૌથી પહેલા તુલા રાશિનું નામ આવે છે. જ્યોતિષ પ્રમાણે આ રાશિના જાતકો પર કુબેર દેવતાની કૃપા રહે છે.
વૃશ્ચિક રાશિના જાતકો ધનના મામલે સમજદારીપૂર્વક કામ કરે છે. સાથે જ તેમના પર માતા લક્ષ્મીનો આશીર્વાદ હોય છે.
કર્ક રાશિના જાતકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે. તેમને ભાગ્યનો સારો સાથ મળે છે. જ્યોતિષ અનુસાર આ રાશિના જાતકો પર માતા લક્ષ્મીજીની કૃપા સદેવ હોય છે.
આ રાશિના જાતકો કલાત્મક હોય છે. પોતાની ક્ષમતાઓ અનુસાર તેઓ સફળતા હાંસલ કરે છે.
સિંહ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસની કમી હોતી નથી. જેનાં કારણે તેઓ કરિયર અને આર્થિક સ્થિતિમાં સફળતા હાંસલ કરે છે.