શ્રાવણ મહિનાની શરુઆત થઈ ચૂકી છે. આ મહિનામાં ભગવાન શિવની વિશેષ સ્વરુપે પૂજા કરવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં ભક્ત શિવજીને પ્રસન્ન કરવા માટે જૂદી-જૂદી વસ્તુઓ અર્પણ કરે છે, જેથી મહાદેવના આશિર્વાદ મળતા રહે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને કેટલીક વસ્તુઓ અર્પણ ન કરવી જોઈએ, નહીં તો તેઓ નાખુશ થાય છે
તુલસી હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવી છે. પરંતુ ભગવાન શિવની પૂજા દરમિયાન તુલસીનો ઉપયોગ ન કરવો.
હળદર પણ શિવજીને અર્પણ કરવી અશુભ માનવામાં આવી છે.
ભગવાન શિવજીની પૂજામાં કદી સિંદુરનો ઉપયોગ ન કરવો જોઈએ.
નારિયેળ પાણીને પણ ભગવાન શિવને ભૂલથી પણ અર્પણ ન કરવું જોઈએ.