બટાટા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળવા છતાં કેટલાક લોકો માટે આહારમાં બટાટા ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે.
બટાટામાં પોટેશિયમ, વિટામીન એ, વિટામીન સી, મેગ્નેશિયમ, ઝીંક અને આયર્ન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.
ડૉક્ટર્સ અને તજજ્ઞો પણ તેમને યોગ્ય માત્રામાં બટાકાનું સેવન કરવાની સલાહ આપે છે, તેથી બટાટાના સ્વાસ્થ્ય લાભો હોવા છતાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક પરિસ્થિતિઓમાં તેનું સેવન ટાળવું જોઈએ.
બટાકામાં એવા કેટલાક પોષક તત્વો હોય છે, જે વજન વધારવામાં અસરકારક માનવામાં આવે છે. તેથી વજન ઓછું કરવા માંગતા લોકોએ બટાકાનું સેવન ટાળવું જોઈએ.
બટાકાનું નિયમિત સેવન કરવાથી ગેસ અથવા એસિડિટી વધારે છે. તેથી મર્યાદિત માત્રામાં બટાકાનું સેવન કરવું.
બટાકામાં રહેલ પ્રાકૃતિક શુગર ડાયાબિટીસના દર્દીઓના શરીરમાં બ્લડ શુગર લેવલને અનિયંત્રિત કરી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ બટાકાનું સેવન ટાળવું જોઈએ.
જો તમને કોઈ આવી સમસ્યા હોય તો તમારે બટાકાનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.