પિસ્તા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પિસ્તામાં ફેટી એસિડ્સ,પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણો જોવા મળે છે.
પિસ્તા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. કેટલાક કિસ્સાઓમાં, તેને ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.
આ સ્થિતિમાં પિસ્તાનું સેવન કરવાથી એલર્જીક પ્રતિક્રિયા વધી શકે છે. જે લોકો એલર્જીથી પીડિત હોય કે નટ્સની એલર્જી હોય તેમણે સેવન ન કરવું જોઈએ.
જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે પિસ્તાનું સેવન ટાળવું જોઈએ.
પિસ્તામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે,જે કિડનીની સમસ્યાથી પીડિત લોકો માટે સારું માનવામાં આવતું નથી.
મોટાભાગના લોકોને શેકેલા પિસ્તા ખાવા ગમતા હોય છે.તેનાથી સોડિયમ લેવલ વધી જાય છે જે બ્લડ પ્રેશર વધારે છે.
જે લોકોની પાચન શક્તિ સારી નથી તેમણે ભૂલથી પણ પિસ્તાનું સેવન ન કરવું જોઈએ. તેમાં ફાઈબર વધુ હોય છે જે કબજિયાતનું કારણ બને છે.
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે જેની અમે પુષ્ટિ કરતા નથી.
જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.