આ લોકોએ પપૈયા ખાવા પર પ્રતિબંધ મુકવો જોઈએ થઈ શકે છે નુકસાન


By Smith Taral16, Jan 2024 03:44 PMgujaratijagran.com

પપૈયા ખાવું સ્વાસ્થ્ય માટે સારુ માનવામાં આવે છે. આનાથી પાચનશક્તી પણ સુધરે છે અને સ્કીન પણ સારી થાય છે. પણ પપૈયા ખાવું કેટલાક લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. ચાલો જાણીએ, કોણે પપૈયુ ખાવાથી બચવું જોઈએ.

પોષકતત્વોથી ભરપૂર

પપૈયામાં ખૂબ પ્રમાણમાં પોષકતત્વો જોવા મળે છે. આમાં કાર્બોહોઈડ્રેટ, ફાઈબર, પ્રોટીન, વિટામીન-C, A, બી9, પોટેશીયમ સારી માત્રામા મળી આવે છે. ચાલો જાણીએ કોણ લોકોએ પપૈયા ખાવા પર પ્રતિબંધ મુકવો જોઈએ

ડાયેરીયા

સામાન્ય રીતે પપૈયાને પેટ માટે સારુ ગણવામાં આવે છે. જોકે ડાયેરીયાના દર્દીઓએ પપૈયા ના ખાવા જોઈએ, આનાથી પેટની સમસ્યા વધી શકે છે.

કીડનીમા પથરી

જેઓને કીડનીમાં તકલીફ છે તેઓએ પપૈયાનું સેવન કરતા બચવું જોઈએ. આમાં વિટામીન અને કેલ્શીયમ ઓકસીલેટની માત્રા સારા પ્રમાણમં હોય છે, જેનાથી પથરીની સાઈઝ વધી શકે છે.

You may also like

આ સાત લોકોએ જરુર ખાવુ જોઈએ કાચુ પપૈયુ

ક્યારે અને કોને ના ખાવી જોઈએ દ્રાક્ષ?

બ્લડ સુગર લેવલ

ડાયાબિટીઝના દર્દીઓએ પપૈયાનુ સેવન કરવાથી બચવું જોઈએ. આનાથી બ્લડ સુગર લેવલ ઘણી હદ સુધી વધી શકે છે. જેઓ એન્ટી- ડાયાબેટીક દવાઓ લે છે, તેમને પણ વધું પપૈયું ના ખાવું જોઈએ.

કમળાના દર્દીઓ

જે દર્દીઓ કમળાની બીમારીથી પીડાઈ રહ્યા છે, તેઓએ પપૈયુ ના ખાવું જોઈએ. પપૈયામાં પપેન અને બીટા-કેરાટીન હોય છે, આ કમળાને વધારી શકે છે.

એલર્જી

પપૈયુ ખાવાથી કેટલાક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. આવામાં વ્યક્તિએ સોજો, માથુ દુખવુ, ખંજવાળ આવવી, જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ લોકોએ પપૈયા ખાવા પર પ્રતિબંધ મુકવો જોઈએ, અથવા ડોક્ટરની સલાહ લઈને તેનું સેવન કરવુ જોઈએ.

શિયાળામાં બીમારીથી બચવા માટે આદુ-મધ સાથે આ વસ્તુઓનું સેવન કરો