લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે અને કેટલા નુકશાનકારક છે, તેના વિશે નિષ્ણાતોના મંતવ્ય જાણીશું.
ભીંડામાં વિટામિન, મિનરલ્સ, ફોલેટ, અને કેલ્શિયમ વગેરે પોષક તત્વો મળી આવે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલના જણાવ્યા અનુંસાર અમુક સ્વાસ્થ્ય સમસ્યામાં ભીંડાનું સેવન ટાળવું જોઈએ.
જે લોકોને પેટની સમસ્યા હોય તેમણે ભીંડાનું શાક બિલકુલ ન ખાવું જોઈએ. તેનીથી સમસ્યામાં વધારો થઈ શકે છે.
ભીંડામાં હાજર ઓક્સલેટ્સ કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે.તેથી પથરીની સમસ્યામાં ભીંડાનું સેવન ટાળવું જોઈએ.
ઘણા લોકોને આર્થરાઈટિસની સમસ્યા થઈ રહી છે. આવી સ્થિતિમાં ભીંડાનું સેવન કરવાથી ઘૂંટણના દુખાવામાં વધારો થઈ શકે છે.
હાઈ બ્લડપ્રેશરમાં પણ ભીંડાનું સેવન ટાળવું જોઈએ. ભીંડામાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે તેથી તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા વધારી શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.