Sugarcane Juice Side Effects: આ લોકોએ ભૂલે ચૂકે પણ શેરડીનો રસ નો પીવો જોઈએ, જાણો


By Vanraj Dabhi04, Mar 2025 06:41 PMgujaratijagran.com

શેરડીનો રસ

શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, આ ઉનાળમાં મળતું એક તાજું અને પૌષ્ટિક ડ્રિંક્સ છે, તે તરસ છીપાવવાની સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે.

કોણે ન પીવો જોઈએ

શેરડીનો રસ કેટલાક લોકો માટે હાનિકારક છે, આજે અમે તમને જણાવીશું કે કોણે ભૂલે ચૂકે શેરડીનો રસ ન પીવો જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ

શેરડીના રસમાં કુદરતી સુગરનું પ્રમાણ વધુ હોય છે, આ ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર લેવલ વધારી શકે છે.

નબળી પાચનશક્તિ

શેરડીના રસમાં પોલિકોસેનોલ નામનું સંયોજન હોય છે. તેનાથી પેટમાં દુખાવો, ઝાડા થઈ શકે છે, જે લોકોનું પાચનતંત્ર નબળું હોય તેમણે તેને પીવાનું ટાળવું જોઈએ.

દાંતમાં પોલાણ

શેરડીના રસમાં રહેલી શુગર દાંતમાં કેવિટી વધારી શકે છે, જે લોકોના દાંતમાં પહેલાથી જ કેવિટી હોય તેમણે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.

કિડનીની સમસ્યા

શેરડીના રસમાં પોટેશિયમ વધુ હોય છે. કિડનીની સમસ્યા ધરાવતા લોકો માટે પોટેશિયમ હાનિકારક હોઈ શકે છે.

શરદી અને ઉધરસ

શેરડીના રસમાં ઠંડકની અસર હોય છે. શરદી અને ઉધરસ દરમિયાન તેનું સેવન કરવાથી સમસ્યા વધી શકે છે.

વાંચતા રહો

આ માત્ર સામાન્ય માહિતી માટે છે. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.

આ ફળોને કાચા ન ખાવા જોઈએ, પેટની સમસ્યાઓનું જોખમ