ભીંડા એક એવી શાકભાજી છે જેમાંથી અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે. પરંતુ ભીંડાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત શકે છે.
ખાવાની ખોટી આદતોને કારણે ઘણા લોકો પેટ ફૂલવાની સમસ્યાથી પરેશાન થતા હોય છે, તેથી આવી સ્થિતિમાં ભીંડાનું સેવન ટાળવું જોઈએ.
ઘણા લોકોનું પાચન તંત્ નબળું હોય છે, જો તમે પણ પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન હોવ તો ભૂલથી પણ ભીંડાનું સેવન ન કરો.
કિડનીના દર્દીઓને ઘણી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. જો તમે પણ કિડનીની સમસ્યાથી પરેશાન છો તો ભીંડાનું સેવન ટાળવું જોઈએ.
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ભીંડાનું સેવન નુકસાનકારક છે. કારણ કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. એક સારું અને એક ખરાબ. તેથી ભીંડા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે.
સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.