આ લોકોએ ભૂલથી પણ ના કરવું ચિયા સિડ્સનું સેવન


By Hariom Sharma30, Jul 2023 10:00 AMgujaratijagran.com

હેલ્ધી અને પોષકતત્ત્વોથી ભરપૂર ચિયા સિડ્સનું સેવન કેટલાક લોકો માટે ખૂબ જ ખતરનાક સાબિત થઇ શકે છે. આ સિડ્સ ખાવાના સાઇડ ઇફેક્ટ પણ થાય છે. આવો જાણીએ તેના નુકાસન વિશે.

એલર્જીની સમસ્યા

એવા ઘણા લોકો છે, જેમને ચિયા સિડ્સનું સેવન કરવાથી એલર્જીની સમસ્યા થાય છે. આ લોકોને શરીર પર નિશાન, ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે મુશ્કેલીઓ આવી શકે છે.

પ્રોસ્ટેટ કેન્સર

જો કોઇ વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરથી પીડાઇ રહ્યુંછે તો, તેણે ચિયા સિડ્સનું સેવન ના કરવું જોઇએ. ચિયા સિડ્સમાં અલ્ફા-લિનોલેનિક તત્ત્વ રહેલા હોય છે. આ પ્રોસ્ટેટ કેન્સરના જોખમને વધારે છે.

પેટને લગતી સમસ્યા

ચિયા સિડ્સમાં વધુ માત્રામાં ફાયબર હોય છે. ફાયબર યુક્ત ખોરાક ખાવાથી વ્યક્તિ પ્રમાણે અલગ અલગ સમસ્યા થાય છે. આમા ઘણા લોકોને ઝાડા અથવા કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે.

લોહી પાતળુ થવું

ચિયા સિડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું હોય છે, જે નેચરલ રીતે લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે. જો તમે લોહીને પાતળુ કરવાની દવા લો છો તો, ચિયા સિડ્સનું સેવન ના કરવું જોઇએ.

સર્જરી

જો તમારી કોઇ પણ પ્રકારની સર્જરી થઇ છે, તો ચિયા સિડ્સનું સેવન ન કરવું. આનાથી બ્લડિંગની સમસ્યા વધી શકે છે.

ડાયાબિટીસ

ચિયા સિડ્સ બ્લડ પ્રેશરને ઘટાડે છે. તેની સાથે જ આ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે. જો તમે આ વસ્તુઓની દવા લો છો તો, ચિયા સિડ્સનું સેવન કરતાં પહેલા ડોક્ટરની સલાહ લો.

ખાલી પેટ દેશી ઘી ખાવાથી થશે જાદુઈ ફાયદા, થાક દૂર થવા સાથે શરીરને મળશે ભરપુર શક્તિ