આ ઘરેલુ વસ્તુઓ તમારા ચહેરાને ચમકાવશે, જાણો તેના ઉપયોગની રીત


By Kisankumar Sureshkumar Prajapati21, Apr 2025 04:38 PMgujaratijagran.com

સ્કિન

બજારમાં મળતી મોંઘા અને કેમિકલયુક્ત પ્રોડક્ટ ઘણીવાર સ્કિન માટે હાનિકારક હોઈ શકે છે. તેના બદલે તમે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

હળદર

હળદર ખીલથી છુટકારો અપાવવામાં મદદ કરી શકે છે. તેમાં બેક્ટેરિયાનો નાશ કરવાની શક્તિ છે. હળદર અને મધની પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર 5 મિનિટ સુધી લગાવો.

એલોવેરા

દરરોજ ચહેરો ધોતા પહેલા એલોવેરા લગાવવાથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો. તે ત્વચાને ભેજ પ્રદાન કરે છે.

પપૈયા

અઠવાડિયામાં એકવાર પપૈયાનો ફેસ પેક લગાવો. આ ત્વચાને યુવાન રાખે છે અને મૃત ત્વચા દૂર કરે છે.

કાકડી

કાકડી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. કાકડીનો રસ કાઢીને અઠવાડિયામાં 2થી 3 વખત ચહેરા પર લગાવો.

નાળિયેર તેલ

નારિયેળના તેલથી ચહેરા પર હળવા હાથે માલિશ કરો. તેમાં જોવા મળતા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ચહેરા પરથી સોજો ઓછો કરે છે.

ચણાનો લોટ

ચણાના લોટથી ચહેરો ધોવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી ડેડ સ્કિન સાફ થઈ જાય છે અને ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ પણ ઓછા થઈ જાય છે.

લિવર કેન્સરના 5 શરૂઆતના લક્ષણો