સમોસા એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય નાસ્તો છે,જેને લોકો ખૂબ જ ઉત્સાહથી ખાય છે. પરંતુ, તે કેટલાક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ.
સમોસામાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે,જે બ્લડ સુગરનું પ્રમાણ વધારી શકે છે.
સમોસામાં તેલ અને ઘીનું પ્રમાણ વધુ હોય છે,જે હૃદય રોગના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
સમોસામાં તેલ અને મસાલાની માત્રા વધુ હોય છે,જે પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકો માટે પેટમાં દુખાવો, અપચો અને ઝાડા જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.
સમોસામાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે,જે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે.
સમોસામાં કેલરી વધુ હોય છે,જે વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકોનું વજન વધારી શકે છે.
અહીં આપેલ માહિતીને માત્ર જાણકારી માટે છે અમલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.