આ કારણોથી થાય છે પેટ ખરાબ, થઇ જાઓ સતર્ક


By Rakesh Shukla21, Dec 2022 10:00 AMgujaratijagran.com

શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં લોકોને પેટ ખરાબ થવાની સમસ્યા રહે છે. અમુક લોકોને વારંવાર આ ફરિયાદ રહેતી હોય છે. શુ તમે વિચાર્યું છેકે પેટ ખરાબ શા માટે થાય છે. ચાલો જાણીએ.&

પેટ ખરાબ થવાનું સૌથી મોટું કારણ ઇન્ફેક્શન છે. પ્રદૂષિત ખાવાનું અથવા ગંદા હાથોથી ખાવાનું ખાવાથી પેટમાં ઇન્ફેક્શનનુ જોખમ વધી જાય છે.

અમુક લોકોને કેટલાક ખાદ્ય પ્રદાર્થોની એલર્જી હોય છે. જેને ખાવાથી તેમનું પેટ ખરાબ થાય છે. દૂધ અને ઇન્ડાનું નિયમિત સેવન કરવાની આ સમસ્યા રહે છે.&

અવાર-નવાર રોગ પ્રતિકારક શક્તિ અથવા ઇમ્યુનિટી નબળી પડવાથી પાચન ક્ષમતા નબળી થાય છે અને પેટ ખરાબ થવાની સમસ્યા શરૂ થઇ જાય છે.&

અનેકવાર વડીલોમાં પેટ ખરાબ થવાની સમસ્યા વધુ જોવા મળે છે. તેનું મુખ્ય કારણ આંતરડાઓમાં કોઇ પ્રકારનો અવરોધ હોઇ શકે છે. તેવામાં ડોક્ટરની સલાહ લેવી જોઇએ.&

કેટલીકવાર વધુ પડતું જમી લેવાથી પણ પેટ ખરાબ થઇ શકે છે. આ પ્રકારની ભૂલ કરવાથી બચવું જોઇએ.&

તણાવ, ધૂમ્રપાન અથવા દારૂનું સેવન કરવાથી પણ પેટ ખરાબ થઇ શકે છે. જો તમને પણ આ પ્રકારની આદત હોય અને પેટની સમસ્યાથી પરેશાન છો તો સતર્ક થઇ જાઓ.&

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Today's Horoscope 21 December, 2022