કેળાનો જ્યુસ પીવાથી મળે છે આ ફાયદા


By Bhavesh Chaudhary02, Sep 2024 04:24 PMgujaratijagran.com

કેળા

કેળાની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઈબર, વિટામિન સી અને મેંગેનીઝ જેવા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તો ચાલો જાણીએ કેળાનો જ્યુસ પીવાથી કયા ફાયદા થાય છે.

કેળાનો જ્યુસ

કેળાનો જ્યુસ સવારે ઉઠીને પીવાથી શરીરને એનર્જી મળે છે. જેથી તમે જીમમાં કસરત કર્યા બાદ પી શકો છો.    

ભૂખ ઓછી લાગે

કેળાના જ્યુસમાં હેલ્ધી ફેટ્સ હોવાથી તેનું સેવન કરવાથી પેટ ભરેલું રહે છે. જેથી ભૂખ ઓછી લાગે છે.

શરીરને ઊર્જા મળે

કેળામાં ભરપૂર માત્રામાં પોષકતત્વો હોવાથી જ્યુસનું સેવન કરવાથી શરીરની નબળાઈ અને થાક દૂર થાય છે.

માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

કેળામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષકતત્વો મળી આવે છે. જેથી કેળાના જ્યુસનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારુ રહે છે.

પાચન માટે અનુકૂળ

કેળામાં ફાઈબર અને પોટેશિયમ જેવા પોષકતત્વો મળી આવતા હોવાથી તેનું જો સેવન કરવામાં આવે તો કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

ત્વચા માટે ફાયદાકારક

સવારે ઉઠીને કેળાના જ્યુસનું સેવન કરવાથી ત્વચાને ચમકદાર બને છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેના જ્યુસનું સેવન વજન ઘટાડવામાં મદદ થાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખાલી પેટે લેમન ટી પીવાથી ક્યા ફાયદા મળે છે, જાણો