બોલિવૂડમાં સક્સેસ મેળવવા માટેઆ કલાકારોએ નામ બદલ્યા


By Kishan Prajapati03, Mar 2023 06:49 PMgujaratijagran.com

કાર્તિક આર્યન

બોલિવૂડના ઘણાં સ્ટાર છે જેમણે ઇન્ડસ્ટ્રીમાં સક્સેસ માટે પોતાનું નામ બદલ્યું છે. કાર્તિક આર્યનનું સાચુ નામ કાર્તિક તિવારી છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે પણ એક્ટરનું અસલી નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ છે.

રણવીર સિંહ

રણવીર સિંહનું આખું નામ રણવીર સિંહ ભવનાની છે. એક્ટરનું આખું નામ ઘણાં ઓછા લોકોને ખબર છે.

શિલ્પા શેટ્ટી

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટીનુ સાચુ નામ અશ્વિની શેટ્ટી છે. આ નામથી ઘણાં ઓછા લોકો એક્ટ્રેસને ઓળખે છે.

અક્ષય કુમાર

અક્ષય કુમારને દરેક લોકો જાણે છે. અક્ષય કુમારનું સાચુ નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ બોલિવૂડની હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસનું સાચુ નામ કેટરીના તુર્કેટ છે.

સલમાન ખાન

બોલિવૂડ એક્ટર સલમાન ખાને પણ તેનું નામ ચેન્જ કર્યું છે. એક્ટરનું સાચુ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.

સની લિઓની

સની લિઓનીએ પણ તેનું નામ બદલ્યું છે. તેનું સાચુ નામ કરણજીત કૌર વોહરા છે.

આલિયાના વ્હાઇટ સૂટ સાડી લુક્સને હોળી પર કરો ટ્રાય