શુગર કંટ્રોલ કરશે આ 7 ડ્રિન્ક


By Hariom Sharma2023-05-01, 19:58 ISTgujaratijagran.com

નારિયળ પાણી

ડાયાબિટીસની બીમારી છે તો શરીરને ગરમીમાં હાઇડ્રેટેડ રાખવા માટે નારિયળ પાણી પીવો. ગરમીમાં નારિયળ પાણી પીવાથી શુગર પણ કંટ્રોલ માંરાખી શકાય છે.

ગ્રીન ટી

એન્ટિ ઓક્સિડેન્ટ જેવા ઘણા પોષકતત્ત્વોથી ભરપૂર ગ્રીન ટી ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ જ ફાયદાકરાક છે. શુગર લેવલને કંટ્રોલ રાખવા માટે દિવસમાં 2-3 કપ ગ્રીન ટી પી શકો છો.

લીલા શાકભાજીનો જ્યૂસ

ડાયાબિટીસની સમસ્યામાં લીલા શાકભાજીનો જ્યૂસ પી શકો છો. શુગર કંટ્રોલ રાખવા માટે લીલા શાકભાજીની સાથે જાંબુ મિક્સ કરીને જ્યૂસ પી શકો છો.

છાશ

છાશમાં કેલેરી અને શુગરની માત્રા ઓછી હોય છે. ગરમીમાં શરીરને હાઇડ્રેટેડ અને શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે છાશનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કરી શકે છે.

કારેલાનો જ્યૂસ

શુગર પેશન્ટ માટે કારેલાનો જ્યૂસ ખૂબ જ ગુણકારી હોય છે. કારેલાનો કડવો સ્વાદ અને પોષકતત્ત્વો શરીરનમાં શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

મુલેઠીની ચા

ડાયાબિટીસના દર્દીઓ મુલેઠની ચા પીશકે છે. એન્ટિ ઓક્સિડેન્ટ્સથી ભરપૂર મુલેઠીને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. પાણી ઓછુ થવા પર ગાળીને સેવન કરવાથી શુગર લેવલને નિયંત્રણ કરી શકાય છે.

ખીરા કાકડીનો જ્યૂસ

ખીરા, ફુદીનો અને લીંબુના રસથી બનેલું ડ્રિન્કનું સેવન ડાયાબિટીસમાં કરી શકાય છે. આ ડ્રિન્કમાં સ્વાદ માટે મરી પાવડર અને સંચળ મિક્સ કરી શકો છો. આ ડ્રિન્ક શરીરને ઠંડુ રાખે છે.

બોલિવૂડ ડીવાઝના ટ્રેન્ડી 'બોસી લુક'