દહીંને સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે, આ પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર હોય છે.
પ્રોબાયોટિકના ગુણોથી ભરપૂર હોવા છતાં કેટલીક વસ્તુઓનું સેવન દહીં સાથે ના કરવું.
માછલી ખાતા સમયે ક્યારેય દહીં ના ખાવું, આનાથી પેટની સમસ્યા થઇ શકે છે.
આયુર્વેદ પ્રમાણે દૂધ અને દહીં આ બંને વસ્તુઓનું એક સાથે સેવન ના કરવું. આમ કરવાથી ઝાડા, ગેસ, પેટમાં દુખાવો, અપચો જેવી સમસ્યાઓ થઇ શકે છે.
દહીં સાથે ડુંગળીનું સેવન ના કરવું જોઇએ, આનાથી ખરજવું અને સોરાયસિસ જેવા સ્કિન ઇન્ફેક્શન થઇ શકે છે.
દહીંની સાથે કેરીનું સેવન ના કરવું જોઇએ, આનાથી સ્કિનમાં ઇન્ફેક્શન અને કબજિયાત થઇ શકે છે.
દહીં સાથે ખાટાં ફળોનું સેવન ના કરવું, આમ કરવાથી પેટની સમસ્યા થઇ શકે છે.