ભગવાન શિવને તુલસી કેમ ચઢાવવામાં આવતી નથી? જાણો પૌરાણિક કથા


By Bhavesh Chaudhary31, Jul 2024 06:59 PMgujaratijagran.com

ભગવાન શિવ

શ્રાવણ મહિનામાં શિવ ભગવાનની લોકો પૂજા કરે છે. પૂજા દરમિયાન બીલીપત્ર, ધતુરા, ફૂલ, દૂધ વગેરે ચઢાવવામાં આવે છે, પરંતુ તુલસી ચઢાવવામાં આવતી નથી. તો ચાલો જાણીએ તુલસી કેમ ચઢાવવામાં આવતી નથી.

તુલસી હતી વૃંદા

પૌરાણીક દંતકથા મુજબ, તુલસીનું નામ વૃંદા હતું. જેણે જલંધર નામના રાક્ષસ સાથે લગ્ન કર્યા હતા, શિવ ભગવાને આ રાક્ષસનો વધ કર્યો હતો.

ભગવાન વિષ્ણુ

વૃંદાની તેના પતિ પ્રત્યેની ભક્તિને કારણે કોઈ તેને મારી શકતું ન હતું. ત્યારે ભગવાન વિષ્ણુએ કપટથી તુલસીના લગ્નનું વ્રત તોડાવ્યું હતું અને પછી શિવ ભગવાને જલંધર રાક્ષસનો વધ કર્યો હતો.

ભગવાન વિષ્ણુએ શ્રાપ આપ્યો

ભગવાન વિષ્ણુના કપટથી ગુસ્સે થઈને તુલસી (વૃંદા)એ વિષ્ણુને શ્રાપ આપ્યો. ત્યારે ભગવાન વિષ્ણુએ પણ વૃંદાને તુલસી બનવાનો શ્રાપ આપ્યો હતો.

વૃંદા અને તુલસી

પૌરાણીક માન્યતા છે કે, તુલસી શ્રાપિત છે અને તેના પતિને ભગવાન શિવ દ્વારા વધ કરવામાં આવ્યો હતો. જેથી ભગવાન શિવને તુલસી ચઢાવવામાં આવતી નથી.

આ વસ્તુઓ પણ ચઢાવો નહીં

ભગવાન શિવની પૂજામાં તુલસી સિવાય શંખ, નાળિયેરનું પાણી, રોલી, હળદર અને કમળનું ફૂલ પણ ન ચઢાવવું જોઈએ.

આ વસ્તુઓ ચઢાવો

જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો ગંગાજળ, ભાંગ, ધતુરા, બીલીપત્ર, ચંદન અને પ્રસાદ ચઢાવવો જોઈએ. જેનાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે.

ઉપવાસ રાખો

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તમે શ્રાવણના સોમવારે વ્રત રાખી શકો છો. આ વ્રત દરમિયાન દૂધ, જળ, પ્રસાદ અને ચંદન ચઢાવો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ વર્ષે દહી હાંડી ઉત્સવ ક્યારે ઉજવાશે? જાણો શુભ મુહૂર્ત