કાચા દૂધમાં વિટામિન એ અને ઇ જેવા પ્રાકૃતિક વિટામિન હોય છે. આમાં વિટામિન સી અને બી કોમ્પ્લેક્સ પણ હોય છે.
કાચું દૂધ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે ખનીજના અવશોષણને વધારવાની સાથે સાથે બ્લડ પ્રેશરને નોર્મલ રાખે છે.
કાચા દૂધમાં ગુડ બેક્ટેરિયા ભરપૂર માત્રામાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ઘણું જ મહત્ત્વનું છે. ખાસ કરીને પેટ માટે ગુણકારી માનવમાં આવે છે.
કાચા દૂધનું સેવન પાચનમાં ખૂબ સારું હોય છે. કાચું દૂધ જલદી પચી જાય છે.
કાચા દૂધમાં રહેલું પ્રોટીન, ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી શકે છે, અને ત્વચાને શુષ્ક બનાવતા રોકે છે. આના ઉપયોગથી ત્વચા નરમ રહે છે સાથે જ સુંદરતામાં વધારો કરે છે.