શું વાત છે! આ ડિજિટલ પ્લેટફોર્મ પર એકસાથે 200 લોકો વિડીયો કોલ કરી શકશે


By Vanraj Dabhi06, May 2025 12:19 PMgujaratijagran.com

ટેલિગ્રામ

જો તમે એકસાથે 100-150 થી વધુ લોકો સાથે વીડિયો કોલ કરવા માંગો છો, તો ટેલિગ્રામનું આ ફીચર તમારા માટે ઉપયોગી થશે.

વિડિઓ કૉલ

ટેલિગ્રામના નવા અપડેટમાં, તમે શાળા મીટિંગ્સ, બિઝનેસ મીટિંગ્સ અને ફેમિલી કોલ માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં 200 લોકો સાથે વીડિયો કોલ પર વાત કરી શકાશે.

ગ્રુપ વિડીયો કોલ્સ

આ સુવિધા સંપૂર્ણપણે મફત અને સલામત રહેશે. તે એન્ક્રિપ્ટેડ ગ્રુપ વિડીયો કોલ ઓફર કરી રહ્યું છે.

નવી સુવિધા

આ સુવિધા સંપૂર્ણપણે ફ્રી અને સલામત રહેશે. આ એપનું નવું ફીચર ગૂગલ મીટ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ સાથે સીધું સ્પર્ધા કરી શકે છે.

લિંક કે QR કોડ વડે એડ કરો

તમે સીધો કૉલ શરૂ કરી શકો છો. તમે બીજા લોકોને કૉલમાં જોડવા માટે લિંક અથવા QR કોડ મોકલી શકો છો. વાતચીત દરમિયાન તમે ઑડિઓ, વિડિઓ કે સ્ક્રીન શેર પણ કરી શકો છો.

સુરક્ષિત કૉલિંગ

ટેલિગ્રામ પર કોલ કરતી વખતે તમે ચકાસી શકો છો કે, કોઈ ખતરો છે કે નહીં. આ માટે જ્યારે તમે કૉલ પર હોવ હોવ, ત્યારે સ્ક્રીન પર ચાર ઇમોજી દેખાશે. જે કોઈ પણ કૉલ પર છે તે તેને સાથે જોઈ શકે છે. જો આ ઇમોજીસ એકસરખા હોય, તો તમારો કોલ 100 ટકા સુરક્ષિત છે.

પ્રીમિયમ બિઝનેસ એકાઉન્ટ્સ

આ ઉપરાંત, ટેલિગ્રામે તેના પ્રીમિયમ બિઝનેસ એકાઉન્ટ્સ માટે નવા AI ટૂલ્સ પણ લોન્ચ કર્યા છે. જેનો ઉપયોગ કરીનેયુઝર્સને વધુ સારો અનુભવ થશે.

ટેકનોલોજી સ્ટ્રોંગ

ટેલિગ્રામ અનુસાર, આ ટેકનોલોજી ખૂબ જ સ્ટ્રોંગ છે. છેલ્લા 10 વર્ષમાં કોઈ તેને હેક કરી શક્યું નથી. કંપની હેકરને $100,000 (લગભગ રૂ. 84 લાખ) નું ઇનામ પણ આપી રહી છે.

ફોનનું ચાર્જર અસલી છે કે નકલી કેવી રીતે ઓળખવું? જાણો