TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સૌથી ધનિક સ્ટાર કોણ છે? જાણો


By Vanraj Dabhi20, Mar 2025 05:09 PMgujaratijagran.com

TMKOCમાં સૌથી ધનિક સ્ટાર

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોનો ફેવરિટ શો રહ્યો છે. આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવીશું, જેઓ આ શો દ્વારા અમીર બન્યા છે.

ટીવી સીરિયલ

ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકો દ્વારા વર્ષોથી ખૂબ પસંદ કરવામાં આવે છે. આ શોમાં દર્શકો માટે દરરોજ નવી નવી સ્ટોરીઓ આવતી રહે છે.

ટીવી ઈન્ડસ્ટ્રી 16 વર્ષ

આ સિરિયલ છેલ્લા 16 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. આટલો લાંબો સમય હોવા છતાં, આ શોને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સ્ટાર્સની નેટવર્થ

તમને જાણીને નવાઈ લાગશે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલે ઘણા સ્ટાર્સને અમીર બનાવ્યા છે. આજે અમે તમને તેની નેટવર્થ વિશે જણાવીશું.

જેઠાલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી આ પાત્રથી ખૂબ ફેમસ થયા છે. અહેવાલો અનુસાર, અભિનેતા જેઠાલાલની કુલ સંપત્તિ લગભગ 43 કરોડ રૂપિયા છે.

દયા ભાભી

ટીવી શો તારક મહેતા ની દયા બેન એટલે કે દિશા વાકાણીને આ સીરિયલથી ઘણી ખ્યાતિ મળી છે. માહિતી અનુસાર, દિશા તેના એક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા લેતી હતી અને તેની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે.

બબીતા

આ શોની બબીતા ​​જી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તાને પણ આ શોથી ઘણી ખ્યાતિ મળી છે. રિપોર્ટ્સ અનુસાર, મુનમુનની કુલ સંપત્તિ 30 કરોડ રૂપિયાની આસપાસ છે.

માધવી આત્મારામ ભીડે

આ શોમાં માધવી આત્મારામ ભીડે એટલ કે, અભિનેત્રી સોનાલીકા જોષી આત્મારામની પત્નીનું પાત્ર ભજવે છે. રિપોર્ટ્સ અનુસાર આજે સોનાલિકા લગભગ 10 કરોડ રૂપિયાની માલિક છે.

આત્મારામ તુકારામ ભીડે

તારક મહેતાના આત્મારામ તુકારામ ભીડે ની ભૂમિકા ભજવનાર અભિનેતા મંદાર ચાંદવાડકર પોતાની ભૂમિકાથી ખૂબ જ લોકપ્રિય છે. અહેવાલો અનુસાર, મંદારની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયાની આસપાસ છે.

અય્યર

તનુજ મહાશબ્દે એટલે કે અય્યર, જે શોમાં બબીતા ​​જીના પતિની ભૂમિકા ભજવે છે, તે શરૂઆતથી જ શોનો ભાગ છે. રિપોર્ટ્સ અનુસાર, તનુજ આજે 30 કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે.

પોપટલાલ

શોના પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ચાહકોમાં ખૂબ પ્રખ્યાત છે. રિપોર્ટ્સ અનુસાર પોપટલાલ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે.

ચંપકલાલ

તારક મહેતા શોના ચંપકલાલ એટલે કે જેઠાલાલના પિતા અમિત ભટ્ટ પણ કરોડોના માલિક છે. રિપોર્ટ્સ અનુસાર, ચંપકલાલ લગભગ 16 કરોડ રૂપિયાના માલિક છે.

ધનશ્રી-યૂઝવેન્દ્ર ચહલના છૂટાછેડા પહેલા RJ મહવશનો દિલ વાળો આઉટ ફિટ વાયરલ, કોમેન્ટ બોક્સમાં યુઝર્સ તૂટી પડ્યા