આજકાલ કૂતરાના કરડવાનો ખતરો ઘણો વધી ગયો છે. આવા સમયે કેટલાક લોકો તેની ચપેટમાં આવવાથી પોતાનો જીવ પણ ગુમાવી દે છે. ચાલો જાણીએ કે કૂતરું કરડ્યા બાદ તરત શું કરવું?
જો તમને કૂતરું કરડ્યું હોય તો કરડાયેલા ભાગને 10-15 મિનિટ સુધી સાબુ અને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવો.
ડોગ બાઈટ પછી તરત જ ડોક્ટરની સલાહ મુજબ ટેટનસ અને એન્ટિ-રેબીઝ ઇન્જેક્શન અવશ્ય લો.
કૂતરાના કરડવાના ઘા પર એન્ટિસેપ્ટિક ક્રીમ કે લોશન ચોક્કસ લગાવો જેથી ઇન્ફેક્શન ન ફેલાય.
જો ઘરમાં કોઈને કૂતરાએ કરડ્યું હોય, તો વધુ કસીને પાટો બાંધવાથી ઘામાં કીટાણુ પેદા થઈ શકે છે.
કૂતરાના કરડવાથી ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે, નહીં તો તેનાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
જો કૂતરું પાલતુ હોય તો તેના વ્યવહાર અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. સાથે જ તેનાથી હંમેશા થોડું અંતર જાળવી રાખો.