Bad Cholesterol Signs: શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ વધવા પર ક્યા લક્ષણો જોવા મળે છે?


By Sanket M Parekh22, Jul 2025 03:46 PMgujaratijagran.com

કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે તે જરૂરી

શરીરમાં કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે, તે ખૂબ જ જરૂરી છે. જેના વધવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે આપને જણાવીશું કે, બૉડીમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાથી કેવા લક્ષણો જોવા મળી શકે છે

પગમાં દુખાવો અને ખેંચાણ

જો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધ્યું હશે, તો તેના કારણે તમારા પગમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા થઈ શકે છે. તમને ચાલતી વખતે દુખાવો અને કળતર (ઝણઝણાટી) અનુભવી શકાય છે.

છાતીમાં દુખાવો

બેડ કોલેસ્ટ્રોલ વધવાથી તમારી છાતીમાં દુખાવો થઈ શકે છે. હકીકતમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે આ સમસ્યા થઈ શકે છે.

શ્વાસ લેવામાં સમસ્યા

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હશે, તો તેના કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. હકીકતમાં, હૃદયમાં સમસ્યા હોવા પર તમને શ્વાસ લેવામાં સમસ્યા સર્જાય છે.

થાક અને સુસ્તીનો અનુભવ

ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી તમને કોઈ કામ કર્યા વગર પણ થાક લાગી શકે છે. આ સાથે તમે સુસ્તી પણ અનુભવી શકો છો.

આંખો પર અસર

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હશે, તો તેના કારણે તમારી આંખોની આસપાસ અને પાંપણો પર પીળા ધબ્બા દેખાઈ શકે છે. આવું શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું હોય, ત્યારે થઈ શકે છે.

બ્લડ પ્રેશર વધે

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હશે, તો તેના કારણે તમારું બ્લડ પ્રેશર ઊંચું થઈ શકે છે. બ્લડ પ્રેશર ઊંચું થવાથી હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

સ્ટ્રોક અને હૃદય સંબંધિત સમસ્યાઓ

જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધ્યું હશે, તો તેના કારણે તમને સ્ટ્રોક, હાર્ટ એટેક અને અન્ય ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

સોજીની રોટલી ખાવાના શું ફાયદા છે? જાણો