આ ખાટા ફળનું સેવન કરવાથી તમારા હાડકાં મજબૂત બને છે


By Vanraj Dabhi18, Oct 2023 12:35 PMgujaratijagran.com

મજબૂત હાડકાં

હાડકાંને મજબૂત કરવા માટે કેટલીક વસ્તુઓને આહારમાં સામેલ કરવી જોઈએ. પોષક તત્વોની ઉણપને કારણે હાડકાં સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

શું ખાવું જોઈએ?

પ્રશ્ન એ ઊભો થાય છે કે હાડકાંને મજબૂત કરવા શું ખાવું. વાસ્તવમાં જ્યારે હાડકાની મજબૂતીની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો માત્ર ડેરી ઉત્પાદનો ખાવાનું જ વિચારે છે.

ખાટા ફળો

તમને નવાઈ લાગશે પરંતુ કેટલાક ખાટાં ફળ ખાવાથી પણ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે. ચાલો જાણીએ આ ફળો વિશે.

કિવિ

કીવી એક એવું ફળ છે જેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. જો તમે નિયમિતપણે કીવીનું સેવન કરો છો તો તમારા હાડકાની મજબૂતાઈ વધી શકે છે.

આમળા

આમળા એક એવું ખાટું ફળ છે જે ઘણા સ્વાસ્થ્ય વર્ધક ફાયદા આપે છે. હાડકાંને મજબૂત કરવા માટે પણ આમળાનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે.

સંતરાનું સેવન કરો

હાલમાં આખા વર્ષ દરમિયાન બજારમાં સંતરા મળી રહે છે. સંતરા એ વિટામિન સીનો સારો સ્ત્રોત છે જે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ ઉપરાંત તે હાડકાંને પણ મજબૂત બનાવે છે.

દ્રાક્ષ

દ્રાક્ષમાં ઘણા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે જે ખાવાથી હાડકાની મજબૂતાઈ વધે છે. તેમાં કેટલાક એન્ટીઓક્સીડેન્ટ્સ પણ મળી આવે છે જે મગજ અને આંખોને પણ સ્વસ્થ બનાવે છે.

પાઈનેપલ

પાઈનેપલમાં વિટામિન C, વિટામિન A અને આયર્ન સહિત ઘણા ફાયદાકારક પોષક તત્વો હોય છે. જો તમે આ ફળનું નિયમિત સેવન કરશો તો હાડકાંની મજબૂતાઈ વધતા સમય લાગશે નહીં.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાચા કેળા ખાવાથી અઢળક ફાયદા થાય છે, ચાલો જાણીએ