વરસાદની ઋતુમાં લગભગ દરેક વ્યક્તિને ભજીયા ખાવાનું ગમે છે. તમે ઘણી બધી વસ્તુઓમાંથી ભજીયા બનાવી શકો છો. તેમાંથી એક છે મરચાના ભજીયા. શું તમે ક્યારેય મરચાના ભજીયા ખાધા છે? જો નહીં, તો ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
લીલા મરચાં,ચણાનો લોટ, ચોખાનો લોટ, લાલ મરચું પાવડર, આમચુર પાવડર, મીઠું, જીરું પાઉડર, કાળા મરી પાવડર, આદુ-લસણની પેસ્ટ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, જીરું પાવડર, કાળા મરી પાવડર, આદુ-લસણની પેસ્ટ વગેરે નાખો. પછી તેમાં થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.
હવે મરચાને પાણીથી ધોઈને વચ્ચે ચીરા કરી અને તેના બીજ કાઢી નાખો અને તેમાં મીઠું અને આમચુર પાવડર ઉમેરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ભરેલા મરચાંને ચણાના લોટના બેટરમાં બોળીને તેલમાં નાખો.
પછી તેને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો અને પછી તેને એક પ્લેટમાં કાઢી લો.
મરચાંના ભજીયા તૈયાર છે. તમે તેને લાલ અને લીલી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.