થાઇરોઇડ એ ગળામાં હાજર બટરફ્લાય આકારની ગ્રંથિ છે જેનું કામ શરીરનો વિકાસ, તેનું તાપમાન અને મેટાબોલીઝમને નિયંત્રણમાં રાખવાનું છે. જીવશૈલીમાં ફેરફાર થવાના લીધે થાઈરોઈડમાં અસંતુલન સર્જાઈ શકે છે. આ સમસ્યાનું નિવારણ તમે દવા વગર પણ લાવી શકો છો. આવો જાણીએ કેવી રીતે
જો તમે ખૂબ જ તણાવ અનુભવી રહ્યા હોવ અને તમારા શરીરમા વિટામિન Aની અને આયોડિનની ઉણપ હોય ત્યારે થાઇરોઇડ અસંતુલન સર્જાઈ શકે છે
થાઇરોઇડ અસંતુલિત થવાથી તમારા શરીરમા ઊર્જાનું લેવલ ઘટે છે, આ સાથે તમારા શરીરનું તાપમાનમાં પણ અસંતુલન સર્જાય છે. આના અન્ય લક્ષણોમાં નબળી પ્રજનનક્ષમતા, વજન વધવું/ઘટવું અનિયમિત માસિક સ્રાવ પણ જોવા મળે છે
આયુર્વેદના ડૉક્ટરો થાઇરોઇડને સંતુલિત રાખવા માટે નિયમિતપણે ઉજ્જયી પ્રાણાયામ કરવાની સલાહ આપે છે આ પ્રાણાયામ કરવાથી ગરદનનમા વાઇબ્રેશન થાય છે જે થાઇરોઇડને સંતુલિત કરવામા મદદ કરે છે.
અનુલોમ વિલોમ પ્રાણાયામ શરીરમાં રક્ત પરિભ્રમણને સુધારે છે અને થાઈરોઈડ જેવા રોગોમાં રાહત આપે છે.
અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં જમણા નસકોરા વડે શ્વાસ લો અને ડાબા નસકોરા વડે શ્વાસ બહાર કાઢો. થાઇરોઇડ માટે આ એક અસરકારક ઉપાય છે, આનાથી તમને આ સમસ્યામાં મોટી રાહત મળશે
ડૉક્ટર દીક્ષાનું કહેવું છે કે થાઈરોઈડની બીમારીથી પીડિત લોકો માટે ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરુરી છે. સારી અને પૂરતી ઊંઘ શરીરના ઝેરી તત્વોને દૂર કરી શરીરને સાફ રાખે છે, જેથી થાઇરોઇડ હોર્મોનનું લેવલ સંતુલનમાં રહે છે.
તમારી તર્જની અને અંગૂઠા વચ્ચેના કનેક્ટીગ પોઈન્ટને દબાવો. આ પ્રેક્ટીસ બંને હાથ પર 20-50 વખત કરો. આનાથી તમે દવા વગર થાઈરોઈડને કંટ્રોલમાં લાવી શકો છો