ખુશ રહેવું કે ખુશ રાખવા એ કોઈ કિસ્મતના હાથની વાત નથી તે એક આદત છે, આજે આપણે મગજને ખુશ રાખવાની રીતો જણાવીશું.
જીવનમાં જે વસ્તુનો અભાવ છે તેના વિશે વિચારતા રહીશું, તો જીવવું મુશ્કેલ થઈ જશે. તેથી એવું વિચારો કે મારી પાસે જે છે એ ઘણા લોકો પાસે તો એ પણ નથી.
નિયમિત પણ 5 મિનિટનું ધ્યાન કરવાથી મનમાંથી તણાવ દૂર થાય છે.
વોકિંગ, યોગા, વ્યાયામ વગેરે જેવી શારીરિક કસરતો સેરોટોનિન અને એન્ડોર્ફિન જેવા ફીલ-ગડ હોર્મોન્સ મુક્ત કરે છે.
પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાથી ઓક્સીટોસિન નામના હોર્મોનનું ઉત્પાદન વધે છ.
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવી અથવા કોઈક માટે કઈક કરવું કે દાન કરવાથી મન હળવું અને ખુશ રાખે છે.
સ્મોલ ખુશી અને નીમ હાસ્ય જ દુનિયા છે, જે વ્યક્તિ દરેક નાની વસ્તુમાં પોતાના માટે ખુશી શોધે છે તે, આજના મસયમાં સૌથી વધુ ખુશ અને શાંત વ્યક્તિ છે.
દરરોજ 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લો, આ પૂરતો આરામ ભાવનાત્મક સંતુલનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.