કારેલાને કાપીને તેને રાત્રે મીઠું લગાવીને રાખી મૂકો. કારેલા બનાવથી પહેલા તેને સારી રીતે ધોઇ કાઢો અને પછી તેનું શાક બનાવો. કારેલાની કડવાશ દૂર થશે.
કારેલાની કડવાશ દૂર કરવા માટે તેને બનાવતા પહેલા નાના-નાના ટૂકડા કરી તેને એક કલાક સુધી દહીંમાં મિક્સ કરીને રાખો.
કારેલાના શાકની કડવાશ દૂર કરવા માટે અલગ અલગ મસાલાનો પ્રયોગ પણ કરી શકાય છે.
કારેલાની સૌથી વધારે કડવાશ તેના ઉપરની છાલમાં હોય છે. કારેલાની કડવાશને દૂર કરવા માટે તેની ઉપરી છાલ કાઢી લો.
કારેલીનું શાક બનાવતા સમયે તેમાં ડુંગળીનો ઉપયોગ વધુ કરવો. ડુંગળીની મીઠાસથી કારેલાની કડવાશ ઘટશે.
કારેલાને ડીપ ફ્રાય કરવાથી તેની કડવાશ દૂર થાય છે. ડીપ ફ્રાય કારેલા ખાવામાં પણ ઘણાં ટેસ્ટી હોય છે.
કારેલાના નાના ટૂકડા કરીને તેને ચોખાના પાણીમાં રાખો. તેને અડધો કલાક સુધી પાણીમાં પલાળીને રાખો, આનાથી કારેલાની કડવાશ દૂર થશે.