કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોવાથી જીવન પર ખૂબ પ્રભાવ પડે છે, તેથી શુક્ર ગ્રહને મજબૂત કરવાની સલાહ આપવામાં આવે છે.
શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે તમે કેટલાક નાના ઉપાયો કરી શકો છો. તે ઉપાય કુંડળીમાં શુક્રની સ્થિતિને મજબૂત કરી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જેની કુંડળીમાં શુક્રની સ્થિતિ નબળી હોય તેમણે દરેક શુક્રવારે સફેદ કપડા પહેરવા જોઈએ.
શુક્ર ગ્રહને મજબૂત કરવા માટ તમે કીડીને લોટ પણ આપી શકો છો. તેને લોટ ખવડાવાથી પુણ્ય પણ મળશે અને શુક્ર મજબૂત પણ થશે.
શુક્રને મજબૂત કરવા માટે મંત્રનો જાપ કરવો જોઈએ. ઓ શું શુક્રાય નમ:, આ મંત્રનો જાપ કરવો.
જો તમે સ્નાન કરવાના પાણીમાં એલચી ભેળવીને સ્નાન કરો તો કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે.
કુંડળીમાં જો શુક્ર નબળો હોય તો દર શુક્રવારે ઉપવાસ કરો. તેનાથી શુક્ર મજબૂત થાય છે.
શુક્રને મજબૂત કરવા માટે સફેદ વસ્તુનું દાન કરવું ખૂબ જ જરુરી છે. ઉદાહરણ તરીકે તમે સફેદ વસ્ત્ર, ખાંડ, ભાત અને દૂધનું દાન કરી શકો છો.