ઘણીવાર વિટામિનની ઉણપ થવા પર શરીરમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ વિટામિન B12ની ઉણપ થવા પર શરીરમાં કેવા ફેરફાર જોવા મળે છે.
ઘણી વખત ખાણી-પીણીમાં ફેરફાર થવા પર પણ શરીરમાં વિટામિનની ઉણપ વર્તાવા લાગે છે. જેનાથી બચવા માટે ડાયટમાં પોષણયુક્ત આહારને સામેલ કરવો જોઈએ.
વિટામિન B12ની ઉણપ થવા પર શરીરમાં અનેક ફેરફાર જોવા મળે છે. આ ફેરફારને નજરઅંદાજ કરવાથી તકલીફ વધી શકે છે.
વિટામિન B12ની ઉણપ થવા પર શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે નથી થઈ શકતું. જેના કારણે સ્કિન અને આંખોનો રંગ પીળાશ પડતો થવા લાગે છે.
શરીરમાં એનર્જી જાળવી રાખવા માટે વિટામિન B12 ખૂબ જ જરૂરી છે. જેની કમી થવા પર શરીરમાં નબળાઈ અને વારંવાર થાક લાગવાની સમસ્યા થઈ શકે છે.
વિટામિન B12ની ઉણપ થવા પર ચહેરા પર ડાઘ-ધબ્બા દેખાવા લાગે છે. આ સાથે જ ઘણી વખત સ્કિન કાળી પડવા લાગે છે.
વિટામિન B12ની કમી થવા પર ઠંડી લાગવા માંડે છે. આ સાથે જ ચહેરા પર ખંજવાળની સમસ્યા થાય છે.
શરીરમાં વિટામિન B12ની ઉણપ થવા પર માંસ, માછલી, ઈંડા, દૂધ, પનીર અને લીલા શાકભાજીને ડાયટમાં સામેલ કરવા જોઈએ. જેનાથી થોડા દિવસોમાં વિટામિનની ઉણપ દૂર થઈ શકે છે.