લિવર શરીરનું સૌથી વ્યસ્ત અંગ છે, જે 400થી વધુ કામ કરે છે. જે બૉડીમાંથી વિષયુક્ત પદાર્થોને બહાર નીકાળે છે અને પોષક તત્વોને શરીરમાં પહોંચાડે છે. લિવરમાં ગંદકી જમા થવા પર શરીર અનેક સંકેત આપે છે. તો ચાલો આ વિશે ફંક્શનલ મેડિસિન એક્સપર્ટ શિવાની બાજવા પાસેથી એવા કેટલાક સંકેતો વિશે સમજીએ...
ખોટી ખાણી-પીણીની આદતો, આલ્કોહોલનું સેવન, ફેટયુક્ત ફૂડ અને દવાઓ લિવરને સુસ્ત બનાવી દે છે. જેના પરિણામે વિષયુક્ત પદાર્થ શરીરમાં જમા થવા લાગે છે.
જો પેટના જમણાં ભાગમાં ઉપરની તરફ સામાન્ય દુખાવો હોય અને ઘણી વખત તીવ્ર દુઃખાવો ઉપડે તો તે લિવરમાં ગરબડીનો પહેલો સંકેત હોઈ શકે છે.
લિવર ખરાબ થવા પર શરીરમાં ફેટ જમા થવા લાગે છે. જેના પરિણામે ખાસ કરીને પગમાં સોજા આવે છે. આ સોજાના કારણે કોઈ દુખાવો નથી થતો, પરંતુ તે લિવર ડેમેજનો ગંભીર સંકેત હોઈ શકે છે.
લિવર ટૉક્સિન્સને ફેટ સેલ્સમાં સ્ટોર કરવા લાગે છે. જેના પરિણામે ઝડપથી વજન વધવા લાગે છે. આ એક સંકેત છે કે, લિવર ગંદકીને યોગ્ય રીતે બહાર નીકાળી નથી શકતું.
જ્યારે લિવર યોગ્ય રીતે સાફ નથી થઈ શકતું, તો તેના કારણે શરીરમાં અલર્જી વધવા લાગે છે. જેના પરિણામે શરીરમાં પોષક તત્વો અને હાનિકારક તત્વો વચ્ચેને ફર્ક કરી શકતું નથી.
લિવર જ્યારે સુસ્ત હોય છે, ત્યારે ખોરાકમાંથી પુરતી એનર્જી નથી મળી શકતી. જેના પરિણામે શરીરમાં થાક અને સુસ્તી રહે છે અને વ્યક્તિને કાયમ થાક અને નબળાઈનો અહેસાસ થતો રહે છે.
આંખો અને સ્કિનમાં પીળાશ પડવી પણ લિવર ડેમેજનું લક્ષણ હોઈ શકે છે. આ સંકેત છે કે, લિવરમાં બિલિરૂબિન વધારે બનવા લાગે છે. જે ગંભીર સમસ્યા તરફ ઈશારો કરે છે.