Liver Damage Signs: લિવર ડેમેજ થતાં પહેલા યુરિનમાં દેખાય છે 7 સંકેત


By Sanket M Parekh13, Feb 2025 04:03 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

વ્યસ્ત જીવનશૈલી અને ખોટી ડાયટની અસર આપણા સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જે આપણાં લિવરને સૌથી વધારે નુક્સાન પહોંચાડે છે. એવામાં ધીમે-ધીમે લિવર ખરાબ થવા લાગે છે. જેને આપણે મોટાભાગે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. એવામાં આપણે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીશું કે, લિવર ખરાબ થયા પહેલા યુરિનમાં ક્યા-ક્યા લક્ષણો જોવા મળે છે?

યુરિનમાં દુર્ગંધ

જો તમને પણ યુરિનમાંથી વિચિત્ર વાસ આવતી હોય, તો તે લિવરમાં ડેમેજ થવાનો સંકેત હોઈ શકે છે. એવામાં તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

યુરિન પાસ થવા પર દુખાવો

લિવર ડેમેજ થયા પહેલા તમને યુરિન પાસ કરતી વખતે દુખાવો થઈ શકે છે. એવામાં જ્યારે પણ તમે ટૉઈલેટ જાવ, ત્યારે પેશાબ કરતી વખતે તીવ્ર પીડા ઉપડે છે.

બળતરા

જો તમને પણ યુરિન પાસ કરતી વખતે દુખાવાની સાથે-સાથે બળતરા થતી હોય, તો તે પણ લિવર ડેમેજનો સંકેત હોઈ શકે છે.

યુરિનનો રંગ બદલાવો

લિવરના ડેમજ થવા પર તમારા યુરિનનો કલર બદલાઈ જાય છે. જ્યારે પણ લિવર ડેમેજ થવા લાગે, ત્યારે યુરિનનો રંગ ઘાટ્ટો પીળો અથવા બ્રાઉન કલરનો થઈ જાય છે.

યુરિનમાં બ્લડિંગ

જો તમારા યુરિનનો કલર બદલાઈ જાય છે અને પેશાબની સાથે-સાથે લોહી પડવા માંડે, તો ચેતી જજો. આ લિવર ડેમેજ થવાનું કારણ હોઈ શકે છે.

યુરિનમાં ફીણ વળવું

લિવર ડેમેજ થયા પહેલા તમને યુરિનમાં અનેક સંકેત જોવા મળી શકે છે. જે પૈકી એક છે પેશાબમાં ફિણ વળવું. જો તમને આ સમસ્યા કાયમ રહેતી હોય, તો તમારે જેમ બને તેમ જલ્દી તબીબનો સંપર્ક કરવો જોઈએ.

યુરિન સાથે પ્રોટીન લીક થવું

જો યુરિનની સાથે-સાથે પ્રોટીન પણ લીક થતું હોય, તો તે લિવર ડેમેજ થવાનો સંકેત હોઈ શકે છે. જ્યારે લિવર યોગ્ય રીતે કામ ના કરી શકતું હોય, ત્યારે આ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે.

Weight Loss Indian Snacks: આ નાસ્તા વજન ઘટાડવામાં પરફેક્ટ છે, જાણો તેની રેસીપી