આજની જીવનશૈલી અને ખોટી ખાવા-પીવાની આદતોના કારણે હવે હાર્ટ એટેક એક સામાન્ય તકલીફ બની ગઈ છે. જે આજકાલ ઝડપથી વધી રહ્યી છે.
જોકે એક સમયે હાર્ટ એટેકને અમીર લોકો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની બીમારી માનવામાં આવતી હતી. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ બની જાય છે કે તમે હાર્ટ એટેક સાથે સંકડાયેલ સંકેતોને જાણી લો.
આવો આ સંકેતો વિશે વિગતવાર જણીએ જેથી કરીને તમે તરત જ આ સંકેતો જણાય તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી શકો.
જો તમને રાત્રે સૂતી વખતે વધુ પડતો પરસેવો આવવા લાગે તો તે ચિંતાનો વિષય છે, તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
જો તમે સવારે ઉઠ્યા પછી તમારા શરીરની ડાબી બાજુએ દુખાવો થાય છે તો તમારે ભૂલથી પણ તેની અવગણના ન કરવી જોઈએ.
આવી દુખાવો તમારા હાથ, બાહો,ખભા, જડબા અથવા કોણીની નજીક થઈ શકે છે. આ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.
જો તમને સવારે ઊંડા શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો સાવધાન થઈ જાવ, આ પ્રકારની સમસ્યા ક્યારેક હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે.
વાસ્તવમાં જ્યારે લોહીની નસોમાં બ્લોકેજ આવે છે ત્યારે ઓક્સિજનની સપ્લાય બંધ થઈ જાય છે, જેના કારણે છાતીમાં દુખાવો અને ભારેપણું થાય છે.
બે ડગલાં ભર્યા પછી અથવા વાત કરતી વખતે લાંબા શ્વાસ લીધા પછી પણ શ્વાસ લેવામાં તકલીફ થવી એ પણ હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે.