Leg Cramps: રોજ રાત્રે પગ તૂટતા હોય, તો આ વિટામીનની કમી હોઈ શકે છે


By Vanraj Dabhi16, Oct 2024 10:32 AMgujaratijagran.com

રાત્રે પગ તૂટવા

ઘણા લોકોને રાત્રે સૂતી વખતે પગમાં સખત દુખાવો થતો હોય છે, તેને તેઓ ઘણીવાર અવગણતા હોય છે.

વિટામિન ડીની ઉણપ

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આ સમસ્યા કેટલાકવાર વિટામિનની ઉણપને કારણે થઈ શકે છે.

પગમાં દુખાવો

જો રાત્રે પગમાં દુખાવો થાય છે, તો તે વિટામિન ડીની ઉણપનો સંકેત હોઈ શકે છે.

થાક અને નબળાઈ

વિટામિન ડીની ઉણપને કારણે પણ પગમાં સતત થાક લાગે છે.

હાડકામાં દુખાવો

આ વિટામિન ડીની ઉણપથી કરોડરજ્જુ, હિપ્સ અને પગના હાડકાંમાં તૂટક તૂટક તીવ્ર દુખાવો થઈ શકે છે.

સ્વાદમાં ફેરફાર

વિટામિન ડીની ઉણપથી ઘણા લોકોને સ્વાદમાં ફેરફાર થવા લાગે છે.

ચિંતામાં વધારો

સંશોધનો અનુસાર, વિટામિન ડીની ઉણપથી લોકો ઘણીવાર ચીડીયા રહેવા લાગે છે અને તેમનામાં ચિંતાના લક્ષણો વધી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ

વારંવાર શરદી કે અન્ય સીઝનલ બીમારી પણ વિટામિન ડીની ઉણપ હોવાનો સંકેત છે.

ત્વચાને લગતી સમસ્યાઓ

વિટામિન ડીની ઉણપને કારણે ખંજવાળ, ખરજવું અને સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓ થઈ શકે છે.

વિટામિન ડીની ઉણપનુ કારણ

શરીરને પૂરતો સૂર્યપ્રકાશ ન મળે અથવા યોગ્ય ખોરાક ન મળે ત્યારે શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા લાગે છે.

ઉણપ કેવી રીતે દૂર કરવી

રોજ ઓછામાં ઓછી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં રહો. તમારા આહારમાં વિટામિન ડી યુક્ત ખોરાક જેવા કે ઇંડા, માછલી, ડેરી ઉત્પાદનો અને મશરૂમ્સ વગેરેનો સમાવેશ કરો.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડુંગળીને સમારતી વખતે શા માટે આંખમાંથી આવે છે આંસુ