Kapur Na Upay: પાણીમાં કપૂર મિક્સ કરીને સ્નાન કરવાથી શું થાય છે?


By Sanket M Parekh30, Oct 2024 04:00 PMgujaratijagran.com

સ્નાન કરવું

ઘણાં લોકો પાણીમાં કંઈને કઈ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરતા હોય છે. જેનાથી અનેક પ્રકારના ફાયદા થાય છે, તો ચાલો જાણીએ પાણીમાં કપૂર મિક્સ કરીને ન્હાવાથી શું થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક એવા ઉપાય બતાવવામાં આવ્યા છે, જેનાથી જીવન સુખમય બને છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્નાનને લઈને અનેક નિયમો બનાવવામાં આવ્યા છે.

કપૂરનું મહત્ત્વ

કપૂરમાં ઔષધીય ગુણો સાથે આધ્યાત્મિક ગુણ પણ મળી આવે છે. જેનો ઉપયોગ કરવાથી મગજ શાંત રહે છે. પૂજા-પાઠમાં કપૂર પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ હોય છે.

કપૂરના પાણીથી સ્નાન

સ્નાન કરતા સમયે પાણીમાં કપૂર મિક્સ કરીને ન્હાવું જોઈએ. જેનાથી મન શાંત રહે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. જો કે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, કપૂર એક ચપટીથી વધારે ના હોવું જોઈએ.

સમસ્યાથી છૂટકારો

આપણામાંથી અનેક લોકો જીવનમાં કોઈને કોઈ સમસ્યાનો સામનો કરતા રહે છે. આવા લોકોએ પાણીમાં કપૂર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ.

નેગેટિવ એનર્જીથી છૂટકારો

જીવનમાં નેગેટિવ એનર્જી દૂર કરવા માટે પાણીમાં કપૂર મિક્સ કરીને ન્હાવું જોઈએ. જેનાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે.

માનસિક સ્વાસ્થ્ય સુધરે

જો તમે માનસિક સ્વાસ્થ્યનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે પાણીમાં કપૂર મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. જેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

સ્કિન ઈન્ફેક્શનથી છૂટકારો

કપૂરમાં એન્ટી બાયોટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેનાથી સ્કિન સબંધિત અનેક સમસ્યાથી બચી શકાય છે. કપૂરના પાણીથી ન્હાવાથી સ્કિન પર નેચરલ ગ્લો આવવા સાથે ઈન્ફેક્શનથી છૂટકારો મળે છે.

છોટી દિવાળીના દિવસે કેટલા દીવા પ્રગટાવવાનું શુભ છે?