Coconut Significance: કેમ મહિલાઓ શ્રીફળ વધેરી નથી શકતી?


By Sanket M Parekh13, Jul 2025 03:33 PMgujaratijagran.com

શ્રીફળ વધેરવું શુભ

સનાતન ધર્મમાં શ્રીફળ વધેરવાને શુભ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકોને શ્રીફળ વધેરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે મહિલાઓએ કેમ શ્રીફળ ના વધેરવું જોઈએ?

હિન્દુ ધાર્મિક માન્યતા

હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ પ્રસંગે અને નવી શરૂઆત સમયે મંદિરમાં નારિયેળ વધેરવાને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.

દેવી-દેવતાઓને નાળિયેર અર્પણ કરો

હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓને નાળિયેર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે અને પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.

સ્ત્રીઓએ નારિયેળ કેમ ના વધેરવું?

હિન્દુ ધર્મમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. આથી તેઓએ કોઈ પણ તોડફોડ કે નાશમાં સામેલ થવાનું ટાળવું જોઈએ.

બલિદાનનું સ્વરૂપ

એવું કહેવાય છે કે, શ્રીફળ વધેરવું એ બલિદાનનું એક સ્વરૂપ છે. આથી સ્ત્રીઓએ તેમ કરવાથી બચવું જોઈએ.

બીજમાંથી નીકળતું ફળ શ્રીફળ

શ્રીફળએ બીજમાંથી નીકળતું ફળ છે. સ્ત્રીઓ બીજના રૂપમાં જ બાળકોને જન્મ આપે છે. આથી જો કોઈ સ્ત્રી શ્રીફળ વધેરે છે, તો તેમના સંતાનોને કષ્ટ પડે છે.

કાગડાને રોટલી ખવડાવવાથી શું ફાયદા મળે? જાણો