Turmeric Milk: હળદરવાળું દૂધ પીવાના 4 નુકસાન, જે તમારે જાણવા જરૂરી


By Sanket M Parekh13, Nov 2024 03:50 PMgujaratijagran.com

હળદરવાળા દૂધમાં પોષક તત્વો

હળદરવાળા દૂધમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. હળદરમાં એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જો કે કેટલીક કંડિશનમાં આવું દૂધ નુકસાનકારક નીવડી શકે છે.

પેટમાં સમસ્યા

જો તમને પેટમાં ચૂંક આવવા જેવી સમસ્યા હોય, તો હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. હરદરવાળું દૂધ તમારી સમસ્યા વધારી શકે છે.

ગર્ભાવસ્થામાં ના પીવું

ગર્ભાવસ્થામાં પણ હળદરવાળું દૂધ ના પીવું જોઈએ, કારણ કે તેનાથી પેટમાં ચૂંક અને દુખાવાની સમસ્યા વકરી શકે છે.

ડાયેરિયાના દર્દી ના પીવે

વધારે પ્રમાણમાં હળદરવાળું દૂધ પીવાથી તમને ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. આથી દરરોજ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ.

એલર્જીની સમસ્યા

હળદરવાળું દૂધ એવા લોકોએ ક્યારેય ના પીવું જોઈએ, જે લોકોને કોઈ પ્રકારની એલર્જી હોય. હળદરનું દૂધ એલર્જીની સમસ્યાને વધારી શકે છે.

Joint Pain Treatment: ઠંડીમાં નહીં થાય સાંધાનો દુખાવો, આટલું કરો