ગર્ભાવસ્થાના સમયે ખાવાપીવાની આદતો પર વિશેષ ધ્યાન આપવુ જરુરી છે. તેવામા જંક ફૂડ ખાવાથી શરીરને અનેક નુકસાન થાય છે. ચલો ગર્ભાવસ્થા સમયે જંક ફૂડ ખાવા થતા નુકસાન વિશે જાણીએ.
ગર્ભાવસ્થા સમયે જંક ફૂડ ખાવાથી બ્લડ પ્રેશર વધી શકે છે. જંક ફૂડમા મીઠાનુ પ્રમાણ વધારે હોય છે, જે બ્લડ પ્રેશરને વધારવાનુ કામ કરે છે.
ગર્ભાવસ્થા સમયે જંક ફૂડ ખાવાથી પાચનતંત્ર પર ખરાબ પ્રભાવ પડે છે. જેથી જંક ફૂડને ખાવાથી પેટમા ગેસ, કબજિયાત તથા અપચાની સમસ્યા થઈ શકે છે.
ગર્ભાવસ્થા સમયે જંક ફૂડ ખાવાથી તમારા આવનારા બાળકના સ્વાસ્થ્યને પર પણ અસર કરે છે. જંક ફૂડનુ તેલ અને ફેટ ગર્ભમા રહેલા બાળકના વિકાસ પર આડઅસર કરે છે.
જંક ફૂડમા વધારે માત્રામા તેલ અને ફેટ્સ હોય છે જે શરીરનુ વજન વધારે છે. આ સમયે શરીરમા કેલેરી ખૂબ જાય છે અને બર્ન ખૂબ જ ઓછી થાય છે. જેથી શરીરમા વધારાનુ ફેટ જમા થાય છે , જે શરીરનુ વજન વધારે છે.
ખરાબ મેટાબોલિજમ ઘણી બીમારીઓનુ કારણ બની શકે છે. જંક ફૂડ ખાવાથી મેટાબોલિજમ ખરાબ અસર પડે છે. જેનાથી પાચન સંબધિત સમસ્ચાઓ થઈ શકે છે.
ગર્ભાવસ્થા સમયે શરીરને પોષકતત્વો જરૂરી છે. આમ જંક ફૂડ ખાવાથી શરીરને પોષકતત્વો મળતા નથી, જેથી શરીરમા પોષકતત્વોની ઉણપ રહી જાય છે.
સામાન્ય રીતે ગર્ભાવસ્થા સમયે શરીરમા થાક અને સુસ્તી રહે છે. એવામા જંક ફૂડનુ સેવન કરવાથી શરીરમા થાકની સાથે ઉર્જાની ઉણપ થઈ શકે છે.