પાન ખાવાના શોખીન થઈ જાવ સાવધાન, વધારે ખાવાથી થતા નુક્સાનને જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh15, Jul 2023 04:38 PMgujaratijagran.com

માઉથ કેન્સર

પાનને વધારે સમય સુધી ખાતા રહેવાથી ઓરલ કેન્સર વધી શકે છે. જેમાં તમાકુનો ઉપયોગ થાય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પ્રેગ્નેન્સી

પાન વધારે ખાવાથી પ્રેગ્નેન્સી પર અસર થઈ શકે છે. પ્રેગ્નેન્સીમાં ભ્રૂણ અને તેના વિકાસ પર વિપરિત અસર થઈ શકે છે.

એલર્જી

વધારે પાન ખાવાથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. પાનથી લોકોની સ્કિનની સમસ્યા થઈ શકે છે.

બ્લડ પ્રેશર

વધારે પાન ખાવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. પાન ખાવાથી બ્લડ પ્રેશર વધે છે અને ધબકારા અનિયમિત થઈ જાય છે.

પેઢામાં દુખાવો

જો તમે વધારે પાન ખાવ છો, તો તેનાથી તમારા પેઢામાં દુખાવો થઈ શકે છે. પાન ખાવા માટે વધારે ચાવવું પડતુ હોય છે, જેનાથી પેઢા અને જડબામાં દુખાવો શરૂ થઈ જાય છે.

અસંતુલિત હોર્મોન્સ

વધારે પાન ખાવાથી બૉડીમાં હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે. પાનને વધારે ખાવાથી થાઈરોઈડની સમસ્યાનું પણ જોખમ રહે છે.

અશ્વગંધા દૂધ પીવાના ચમત્કારિક ફાયદા, જાણીને તમે નહીં કરી શકો વિશ્વાસ