શિયાળામાં લોકોને ઘણીવાર તેમની આંગળીઓ અને ગરદનના ટચાકા ફોડવાની આદત હોય છે. આમ કરવાથી તેમને રાહત મળતી હોય છે પરંતુ શું તમને નથી ખબર કે આમ કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે? આવો તમને જણાવીએ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે.
આંગળીઓના ટચાકા ફોડવાથી હાથની સોફ્ટ પેશીઓમાં સોજો આવી શકે છે. ખૂબ લાંબા સમય સુધી આંગળીઓના ટચાકા ફઓડવાથી વિપરીત અસરો થઈ શકે છે.
આંગળીઓના વારંવાર ટચાકા ફોડવાથી આર્થરાઈટિસ થઈ શકે છે અને વારંવાર સાંધા ખેંચવાથી હાડકાંની મજબૂતાઈ પણ ઘટી શકે છે.
આંગળીઓના ટચાકા ફોડવાથી હાડકાં પર ખરાબ અસર પડે છે. જેના કારણે આંગળીઓ અને અંગૂઠાની ક્ષમતા નબળી પડી જાય છે.
આંગળીઓ અને ઘૂંટણના સાંધામાં સિનોવિયલ પ્રવાહી જોવા મળે છે. આંગળીઓના ટચાકા ફોડવાથી તે અદૃશ્ય થવા લાગે છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક રિસર્ચ મુજબ વારંવાર આ રીતે આંગળીઓના ટચાકા ફોડવાથી હાડકાં નબળા પડી જાય છે.
આંગળીઓની વચ્ચે ભરેલું પ્રવાહી ગ્રીસિંગનું કામ કરે છે. જ્યારે આંગળીઓના ટચાકા ફુટે ત્યારે હાડકાં એકબીજા સામે ઘસાય છે. આથી અવાજ આવે છે.
આંગળીઓના ટચાકા ફોડવાથી સાંધા અને હાથની આસપાસના સ્નાયુઓને આરામ મળે છે. તેથી લોકો બેસીને તેમની આંગળીઓના ટચાકા ફોડવા લાગે છે.
જો તમને પણ વારંવાર આંગળીઓના ટચાકા ફોડવાની આદત છે તો તેનાથી થતા નુકસાન વિશે જાણી લો અને આજે જ આ આદત છોડી દો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.