ગુજરાતી કૅલેન્ડર અને પંચાગમાં અષાઢ મહિનાઓ પૂરો થાય પછી શ્રાવણ મહિનો શરૂ થાય છે. આજે અમે તમને વર્ષ 2025માં શ્રાવણ મહિનો ક્યારે શરૂ થાય છે તે જણાવીશું.
ગુજરાતી કૅલેન્ડરના વર્ષ 2025માં શ્રાવણ મહિનો 25 જૂલાઈને શુક્રવારના રોજ શરૂ થાય છે.
ગુજરાતી કૅલેન્ડર પંચાંગ મુજબ શ્રાવણ મહિનામાં ક્યારેક 4 તો ક્યારેક 5 સોમવાર આવતા હોય છે. આ વર્ષે 4 સોમવાર છે.
વર્ષ 2025માં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર 28 જૂલાઈ 2025ના રોજ આવે છે.
વર્ષ 2025માં શ્રવણ મહિનાનો બીજો સોમવાર 4 ઓગસ્ટના રોજ આવશે.
આ વર્ષે ગુજરાતી પંચાંગ મુજબ 11 ઓગસ્ટના રોજ ત્રીજો સોમવાર આવશે.
ગુજરાતી કૅલેન્ડર અને પંચાંગ મુજબ આ વર્ષે 18 ઓગસ્ટના રોજ ચોથો સોમવાર આવશે.
ગુજરાતી કૅલેન્ડર પ્રમાણે 23 ઓગસ્ટ, 2025ના રોજ શ્રાવણ માસ સમાપ્ત થશે.