શ્રાવણનો મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં લોકો ભક્તિભાવપૂર્વક શિવજીની પૂજા કરે છે, જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે.
શ્રાવણ મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે
શ્રાવણના મહિનામાં ભગવાન શિવને કેટલીક એવી વસ્તુઓ છે, જે ચઢાવવાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે અને પોતાના આશીર્વાદ વરસાવે છે.
શ્રાવણના મહિનામાં કેટલીક વસ્તુઓને ઘરમાં લાવવાથી ભગવાન શિવ ક્યારેય પૈસાની કમી નથી થવા દેતા.
ભગવાન શિવને ભસ્મ ખૂબ જ પસંદ છે, તેથી ઘરમાં ભસ્મ લાવવાથી તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના કૃપા વરસાવે છે.
શ્રાવણના મહિનામાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ ઘરે લાવવું શુભ મનાય છે. આવું કરવાથી ભગવાન શિવ ભક્તો પર કૃપા વરસે છે.
જો આ પવિત્ર મહિનામાં નાગ-નાગણની જોડીને ઘરે લાવશો, તો પૈસાની સમૃદ્ધિ હંમેશા જળવાઈ રહેશે
ગંગાજળ ઘરને શુદ્ધ કરે છે, જેથી શ્રાવણ મહિનામાં તેને ઘરમાં લાવીને દરેક ખુણામાં છાંટવું જોઈએ.
શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ઘરમાં લાવવાથી શાંતિનો વાસ થાય છે. તમે રુદ્રાક્ષની માળા બનાવીને પણ ગળામાં પહેરી શકો છો.