હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ પિતૃ દોષ લાગવાથી વ્યક્તિને પિતૃઓના આશીર્વાદ નથી મળતા. તો ચાલો જાણીએ પિતૃ દોષ કેટલામી પેઢી સુધી રહે છે?
પિતૃ દોષ 7 પેઢીઓ સુધી રહે છે, જેનાથી વંશને આગળ વધારવામાં સમસ્યા આવે છે. આ સાથે જ પિતૃ દોષ લાગવાથી ઘરમાં અવારનવાર સંતાનોના મૃત્યુ થતા રહે છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈ વ્યક્તિ પિતૃ દોષથી પરેશાન હોય, તો તેની અસર માત્ર જે-તે વ્યક્તિને જ નહીં, પરંતુ તેની સાથે રહેનારા લોકો પર પણ પડે છે.
ઘણી વખત ઘરમાં અચાનક મોત થઈ જાય છે અને તેના અંતિમ સંસ્કાર કે તર્પણ યોગ્ય રીતે નથી કરવામાં આવતા. જેના કારણે તેની આત્મા ભટકે છે. આજ કારણોસર પરિવારના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
જો ઘરના મોભી પર પિતૃ દોષ લાગે, તો તે કાયમ ક્રોધ અને હતાશાથી ઘેરાયેલા રહે છે. આ સાથે જ વંશવેલાને આગળ વધારવામાં પણ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, પિતૃ પક્ષમાં પિતૃઓને તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ગરીબો અને બ્રાહ્મણોને દાન કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે.
ગરુડ પુરાણ અનુસાર, જો ઘરના મોભીએ કોઈ જીવ, સાપ અથવા કોઈ નિ:સહાયની હત્યા કે તેના પર જુલમ ગુજાર્યો હોય, તો પિતૃ દોષ લાગે છે.