હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાનો દિવસ અત્યંત શુભ અને ખાસ માનવામાં આવે છે. આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. તેને કોજાગરી પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા કોજાગરી લક્ષ્મી પૂજાના નામથી પણ ઓળખવામાં આવે છે.
હિન્દુ પંચાંગ મુજબ પૂર્ણિમાની તિથિ 6 ઓક્ટોબરના રોજ બપોરે 12 વાગીને 23 મિનિટે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સવારે 09 વાગીને 16 મિનિટે સમાપ્ત થશે.
ચંદ્રોદય સાંજે 05 વાગીને 27 મિનિટે થશે. જોકે અલગ-અલગ જગ્યાઓ પર ચંદ્ર ઉગવાનો સમય થોડો અલગ હોઈ શકે છે.
આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી યુક્ત હોય છે અને તેના કિરણો અમૃત સમાન બનીને સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે.
માન્યતા છે કે આ દિવસે મા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે અને પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે.
કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. જેથી શરદ પૂર્ણિમાના દિવસે સાંજે ચંદ્રની રોશનીમાં ખીર રાખવાની પરંપરા છે.
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રને મનનો કારક માનવામાં આવ્યો છે. આ દિવસે 16 કળાઓથી યુક્ત ચંદ્રને અર્ઘ્ય આપવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે.